ગીત અમે ગોત્યું

0 Comments

ગીત અમે ગોત્યું

ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા નવીન શૈલીમાં કાવ્યગાન પ્રસ્તુતિ. તા.૬-જાન્યુઆરી-૨૦૨૪, સાંજે ૬ વાગ્યે  

 

અહેવાલ: ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ. તા.૬-૧-૨૦૨૪, સાંજે ૬ વાગ્યે.

 

આપણી શાળાના ૧૦૦ મા વર્ષની ઉજવણી હવે ચરમસીમાએ છે. તા.૬-૧-૨૦૨૪ ને શનિવારે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર આયોજન શારદામંદિરના પ્રાંગણમાં કરવામાં આવ્યું હતું.

શાળાની વર્તમાન વિદ્યાર્થિનીઓએ ખૂબ સરસ ભારતનાટ્યમ નૃત્ય દ્વારા, ગણેશવંદનાથી કાર્યક્ર્મની શરૂઆત કરી. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પૈકી ડૉ.વૈશાલી પટેલ, શ્વેતા શેરદલાલ, પરેશ શાહ, ઋષય ત્રિવેદી, આલાપ શાહ, તેમજ સાકેતભાઈ દવે વગેરેએ ખૂબ સરસ પરફોર્મન્સ આપ્યા.

વર્તમાન વિદ્યાર્થીઓ પૈકી કાવ્યા દવે, જાનવ ભાવસાર, ઈશાએ પણ વોકલ તથા ઇન્સ્ટ્રુમેન્ટલ, એમ સરસ પ્રસ્તુતિઓ રજૂ કરી.

શારદામંદિરના શિક્ષકો નિશાબેન છાંટબાર, હેતલબેન રાવલ, અને અસ્મિબેન કોટે પણ ખૂબ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લીધો અને સુંદર ગીતો પ્રસ્તુત કર્યા.

મ્યુઝીક પ્રોડ્યુસર અને જાણીતા એડ ફિલ્મ મેકર આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થી હિલ્પન શાહના સહયોગ અને જહેમતથી આખો કાર્યક્રમ ખૂબ સરસ રહ્યો. ભૂતપૂર્વ વિદ્યાર્થી આલાપ શાહે સમગ્ર કાર્યક્રમ દરમ્યાન સ્ટેજ સંચાલન કર્યું.

મોટી સંખ્યામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, મિત્રો, તેમના પરિવારજનો તેમજ સ્ટાફની હાજરીથી આખો કાર્યક્રમ ખૂબ સરસ રીતે પૂર્ણ થયો.

આ કાર્યક્ર્મને સફળ બનાવવા બદલ, તેની સાથે જોડાયેલા સહુ કોઈને ખૂબ ખૂબ અભિનંદન.

 

– આલાપ શાહ (ભૂતપૂર્વ વિદ્યાર્થી)

 

 

Related Posts