Upcoming Events: January 2024

0 Comments

Greetings! વર્ષ ૨૦૨૩ની વિદાય અને વર્ષ ૨૦૨૪ને આવકાર સાથે આપ સૌને શુભેચ્છાઓ

Upcoming Events: January 2024

Overview
તા.૫/૧/૨૦૨૪ : વર્તમાન વિદ્યાર્થીઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ ઠાકોરભાઈ દેસાઈ હૉલ ખાતે સવારે ૯ વાગે અને સાંજે ૫ વાગે યોજાશે. હૉલની સંખ્યા પ્રમાણે બેઠક લઈ શકાય.
*
તા. ૬/૧/૨૦૨૪, શનિવાર બપોરથી સાંજ. શારદામંદિર સ્વયંપાક અને સાંસ્કૃતિક કાર્યક્રમ, સાથે ગેટ-ટુગેધર. શારદામંદિરના પ્રાગણમાં.
*
તા.૭/૧/૨૦૨૪ સવારે રમતોત્સવ-ક્રિકેટ/ગેટ-ટુગેધર.
તા.૭/૧/૨૦૨૪ સાંજે કોઈ કાર્યક્રમ જાહેર નથી.
*
તા.૨૧/૧/૨૦૨૪ સવારે ક્રિકેટ સેમીફાઈનલ, ફાઈનલ મેચ.
*

વિગતો:

શારદામંદિર સ્વયંપાક – Masterchef કાર્યક્રમ, તા. ૬-૧-૨૦૨૪ બપોરે ૪ વાગે

Calling all food crafters! શારદામંદિર Masterchef બનવા તૈયાર છો ને!

શારદામંદિર Signature Activity:
કેળવણીમાં પાકશાસ્ત્ર અને પોષક આહારને પણ સ્થાન હોવું જોઈએ એ ધ્યેયથી દર વર્ષે, સ્થાપનાદિનની ઉજવણી નિમિત્તે ‘સ્વયંપાક’ની ઉજવણી થતી. દરેક વર્ગની ટુકડીઓ જુદીજુદી રસોઈ બનાવતી. તે ઉજવણી આજે નવા સ્વરૂપે ઉજવીએ… રજિસ્ટ્રેશન
જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ભાગ લેવા માંગતા હોય, તે નીચેનું ફોર્મ ભરીને મોકલે અને પોતાનું રજિસ્ટ્રેશન ૩-જાન્યુઆરી સુધીમાં જણાવે. Maximum 20 entries accepted – વહેલા તે પહેલા!!

https://forms.gle/HnFHgsRrU8yGvTcJ6

શારદામંદિર Masterchef Event નિર્ણાયક પૂર્વા મહેતા (ભૂતપૂર્વ વિદ્યાર્થિની, ETV રસોઈ-શો fame Chef).

*
સાંસ્કૃતિક કાર્યક્રમ, તા. ૬-૧-૨૦૨૪ સાંજે ૫:૩૦ થી ૭:૩૦

આપ સૌના ઉત્સાહ અને સૂચનને ધ્યાનમાં રાખીને તારીખ ૬-૧-૨૦૨૪, શનિવાર સાંજે ૫:૩૦ થી ૭:૩૦ દરમ્યાન સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલ છે. જેમાં આપ સૌ આપની આગવી ટેલેન્ટ – ગીત ( ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ), સંગીત ( ઇન્સ્ટ્રુમેન્ટલ ), નૃત્યનાટિકા ( ડાન્સ – ગરબા ) વગેરે પ્રદર્શિત કરી શકો છો. રસ દાખવતા મિત્રોએ તારીખ ૧-૧-૨૪, સોમવારે સવારે ૯ થી ૧૨ વાગ્યા સુધીમાં શાળાએ આવીને પોતાનું પરફોર્મન્સ રજૂ કરવાનું રહેશે, જેથી કરીને આયોજનમાં સુવિધા રહે. શાળાની પસંદગી કમિટી દ્વારા ચકાસણી થયા બાદ ઈવેન્ટમાં અંતિમ સ્થાન મેળવી શકાશે.
૧ : આપનું પરફોર્મન્સ ( સોલો / ડ્યુએટ ) વધુ માં વધુ ૫ મિનિટનું રહેશે.
૨ : રજૂઆત માટેનો મ્યુઝિક ટ્રેક શાળા તરફથી ૩-૧-૨૦૨૪ સુધીમાં આપવામાં આવશે.
૩ : ઇન્સ્ટ્રુમેન્ટલ પરફોર્મન્સ માટેનું વાજિંત્ર જે તે સહભાગીએ પોતે લાવવાનું રહેશે.
૪ : ગીતની પસંદગી, રજૂઆત કે બીજો કોઇ પણ આખરી નિર્ણય શાળાને હસ્તક રહેશે.
૫ : કાર્યક્રમમાં બધું મળીને કુલ ૧૫ પ્રસ્તુતિ પ્રવેશ પામશે.

અમદાવાદ શહેર બહારના મિત્રોએ પોતાના સાઉન્ડ બાઇટ અથવા વોઇસ સેમ્પલ નીચે આપેલા વોટ્સએપ નંબર ઉપર તારીખ ૩૧-૧૨-૨૦૨૩ સુધીમાં મોકલવાના રહેશે.

મોબાઈલ : ૯૮૯૮૧ ૫૦૦૭૫

તો શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી મિત્રો આપ તૈયાર છો ને !
આપને સાંભળવા.. માણવાં અમે સૌ ઉત્સુક છીએ !

આપ સૌને આપના પરિવાર અને મિત્રો સાથે આવકાર…

*
અન્ય ચાલુ રહેલા કાર્યક્રમોની માહિતી: પ્રાત:પ્રાર્થના
દર રવિવારે, તા.૩૧/૧૨/૨૦૨૩, તા.૭/૧/૨૦૨૪ – સંખ્યા અને પ્રતિભાવને આધારે – સમય: સવારે ૭.૩૦

*

રમતોત્સવ: ક્રિકેટ ટુર્નામેન્ટ શારદામંદિર
દર રવિવારે, તા.૩૧/૧૨/૨૦૨૩ અને તા.૭/૧/૨૦૨૪ સુધી લીગ મેચ ચાલશે. તા.૨૧/૧/૨૦૨૪ ના રોજ સેમીફાઈનલ અને ફાઈનલ મેચ રમાશે. સમય સવારે ૮.૦ થી સાંજે ૫.૦
(બાકીની રમતો – ડોજબોલ, વોલીબોલ, ટેબલ ટેનીસ – આ ક્રિકેટની ઈવેન્ટ પૂરી થયા પછી શરૂ કરવામાં આવશે.)

*

ગેટ-ટુગેધર – ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની સંખ્યા અને પ્રતિભાવને આધારે.
– શનિવાર, તા.૬/૧/૨૦૨૪, બપોરથી સાંજ.
– રવિવાર, તા.૭/૧/૨૦૨૪, તા.૨૧/૧/૨૦૨૪ – સવારે ૮.૩૦ થી ૧૦

*

Related Posts

સ્વયંપાક Shardamandir Masterchef

સ્વયંપાક Shardamandir Masterchef [video_player file="https://shardamandir.net/wp-content/uploads/2023/07/Masterchef-1.m4v"] સ્વયંપાક: તા.૬-જાન્યુઆરી-૨૦૨૪, બપોરે ૪ વાગ્યાથી, Venue:…

Batchwise Get-together

મારી શાળા, મારાં મિત્રો Batchwise Get-together (*સંખ્યાને આધારે) Date Batch…