નમસ્તે મિત્રો,
શારદામંદિર પરિવાર તરફથી શુભેચ્છાઓ!
શારદ: શારદામંદિર શતાબ્દી ઉજવણીને પગલે આપણે ડિસેમ્બર ૨૦૨૩ તથા જાન્યુઆરી ૨૦૨૪ ના કાર્યક્રમો ઉજવ્યાં, જેની વિગતો ‘શારદ, એપ્રિલ ૨૦૨૪’ના અંકમાંથી મળી જશે. https://sharadamandir.com/sharad/
SMART: શાળામાં પરીક્ષાઓ પૂર્ણ થતાં, Shardamandir SMART Science Centre તરફથી સમર પ્રોગ્રામ્સ શરૂ થવા જઈ રહ્યાં છે…
https://sharadamandir.com/smart/
સ્મરણયાત્રા: આપ સૌના સ્મરણ-લેખો આવરી લેતું – શતાબ્દી પ્રકાશન: ‘સ્મરણયાત્રા’
શાળાનો શતાબ્દી મહોત્સવ હોય અને ‘સ્મરણયાત્રા’ પુસ્તક પ્રકાશિત ન થાય એવું કંઈ બને!
તો તૈયાર થઈ જાઓ મિત્રો… આપણી શાળાના સંસ્મરણોને કંડારતું પુસ્તક ‘સ્મરણયાત્રા’ પ્રકાશિત થવા જઈ રહ્યું છે!
અને હાસ્તો… શાળા માટેનો તમારો સ્નેહ તો અપાર અને અમાપ!
તો અમને આતુરતા છે તમારા સ્નેહભર્યા સંસ્મરણોની એક લેખ રૂપે!
Last date to submit: 15th May 2024
સમય છે તમારી શાળાની યાદોને ઢંઢોળવાનો…..
ક્યારેક વર્ગખંડમાં પહેલી લાઈનમાં બેસવાની હોડ, તો ક્યારેક છેલ્લી બેંચની પસંદગીને કારણ – “બસ, વાતો થાય ને!” ક્યારેક પ્રાર્થના મંદિરમાં આંખો બંધ કરીને શાંત ચિત્તે ગવાતી પ્રાર્થના યાદ આવે, તો ક્યારેક બાલસભામાં હાથ પાછળ રાખી લાઈનમાં ઊભા રહેવાની ઝાંખી થાય અને નહીં તો પછી ટોળું બનીને લાઈન તોડી ભાગવું… ક્યારેક પરીક્ષા, ક્યારેક પ્રવાસ, તો ક્યારેક ક્રિકેટ, ગરબા, નાટક, પ્રવૃત્તિઓ – આ બધી યાદો અને વાતો ક્યાંક મગજના કોઈ ખૂણે સંગ્રહાયેલી છે કે પછી ક્યાંક વ્યસ્ત જીવનમાં ખોવાઈ ગયેલી છે!
તો ચાલો પેન ઉઠાવીએ!
અરે! કીબોર્ડ ઉઠાવીએ!
અને લખી મોકલીએ સ્મરણ લેખો ( 500 ની શબ્દમર્યાદા સાથે) – સાથે શાળાજીવનના ફોટા પણ મોકલી શકાશે.
General Guidelines: કેટલીક અગત્યની વાતો:
• ‘સ્મરણયાત્રા’ માટે આપનો લેખ ગુજરાતી /અથવા English માં, Electronic copy /અથવા Physical copy તરીકે આપી શકશો. તમારા લેખ સાથે તમારો વર્તમાન ફોટો, સંપર્ક વિગતો મોકલવી આવશ્યક છે.
• Sending Electronic Copy:
o જો લેખ વર્ડ ફાઇલમાં હોય, તો પીડીએફ ફાઈલ (.pdf) જરૂરથી મોકલશો. તમારા લખાણ સાથે તમારો વર્તમાન, પાસપોર્ટ સાઈઝ ફોટો અવશ્ય મોકલવો.
o શાળા જીવનના અન્ય ફોટા સ્કેન કરેલા હોય, તો હાઈ રિઝોલ્યુશનમાં મોકલવા.
o જો લખાણ કાગળ પર હોય, તો લખેલા કાગળનો ફોટો પાડીને મોકલી શકાશે.
o ઈ-મેઈલથી મોકલવા – [email protected] – પર ઈ-મેઈલ કરવો.
- Sending Physical Copy:
o લખાણ સારા, સુઘડ અક્ષરથી લખવું.
o ફિઝિકલ કોપી સ્કૂલની ઓફિસે સવારે 8:00 થી 12.00 માં પહોંચાડવી. કવર પર ‘સ્મરણયાત્રા પ્રકાશન માટે’ લખવું.
o ફિઝિકલ કોપી, ફોટા સ્કેન કરી પરત કરી દેવાશે. તમારા લખાણ સાથે તમારો વર્તમાન, પાસપોર્ટ સાઈઝ ફોટો અવશ્ય મોકલવો.
-
ફાઇનલ સિલેક્શનનો અધિકાર એડિટોરિયલ ટીમનો રહેશે.
• એડિટોરિયલ ટીમ લખાણ એડિટ કરી શકશે. ફાઇનલ થાય પછી લેખકની મંજૂરી સાથે પ્રકાશન થશે.
• સૌથી અગત્યની વાત: લેખ, ફોટા મોકલવાની છેલ્લી તારીખ 15 મે 2024 છે.
• અને છેલ્લે, આપને લખવાની મુશ્કેલી હોય, તો મદદ કરવા, Template ટેમ્પ્લેટ હાજર છે!આપના સ્મરણોનું ‘સ્મરણયાત્રા’માં ભાવભીનું સ્વાગત!
શુભેચ્છા સહ,
‘સ્મરણયાત્રા’ પ્રકાશન ટીમ.