Get-together, શેરી ગરબા

0 Comments

Get-together, શેરી ગરબા

અહેવાલ

શારદામંદિર કાર્યક્રમ અંતર્ગત - શેરી ગરબા : તા.૧૨-ઓક્ટોબર-૨૦૨૩

 

અમદાવાદની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત શાળાઓ પૈકીની એક, શારદામંદિર, આ વર્ષે તેની ૧૦૦ મી વર્ષગાંઠ ઉજવી રહી છે. આ સુવર્ણ સફરની ઉજવણીના ભાગરૂપે શાળા અને તેના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ સાથે મળીને વર્ષ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું અયોજન કર્યું છે.

શતાબ્દી મહોત્સવના ભાગ રૂપે, તા.૧૨મી ઑક્ટોબરના રોજ ગુજરાતના સૌથી પ્રિય તહેવારો પૈકીના એક, નવરાત્રીની ઉજવણી માટે વિવિધ વર્ષોની બેચના વિદ્યાર્થીઓના સ્નેહસંમેલન -ગેટ ટુગેધર સાથે, સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત ભવ્ય 'શેરી ગરબા'નું આયોજન કરવામાં આવ્યું હતું . આ કાર્યક્રમમાં ૨,૦૦૦ થી વધુ લોકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, પ્રતિષ્ઠિત મહેમાનો, ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટના સભ્યો, શાળાના શિક્ષકો, સ્ટાફ અને સૌ પરિવારજનો સામેલ હતા.

આ ઇવેન્ટને સફળ બનાવવામાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું અને જેથી, ઉજવણીમાં ચાર ચાંદ લાગી ગયા - જેમકે સ્પોન્સર્સ ્યુજી સિલ્વરટેક અને એક્સેલન્ટ પબ્લિસિટી, બંને કંપની શારદામંદિર વિનયમંદિરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની માલિકીની છે. પ્રતિષ્ઠિત વાઘ બકરી ટી ગ્રુપ દ્વારા સહુને કૉમ્પ્લિમેન્ટરિ ચા અને કોફી આપવામાં આવ્યા હતા. વાઘ બકરી ગ્રુપ પરિવારમાંથી પણ સદસ્યો શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યા છે. અન્ય સ્ટોલ્સ દ્વારા સહયોગ આપનાર વાડીલાલ ગ્રુપ તથા શાળાની થીમ ઊભી કરનાર ગૌતમભાઈ ગાંધી પરિવાર, તેમજ વિવિધ કેટેગરીમાં ઈનામો આપવા માટેના ગિફ્ટીંગ પાર્ટનર્સ, વાઘ-બકરી, જહાનઆરા ફેશન સ્ટુડિયો, આર.બી.શાહ એનટરપ્રાઈસ, PoeTree, ટ્રાવેલ વર્લ્ડ - આ સૌ પણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હતા.

શેરી ગરબાની રમઝટ ભૂતપૂર્વ વિદ્યાર્થી સંજય ઓઝા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી, જ્યારે ઇવેન્ટનું  સંચાલન પ્રખ્યાત આર. જે. પૂજા દ્વારા કરવામાં આવ્યું હતું જે પણ શારદામંદિરમાં જ ભણી ચૂકી છે. જાણીતા ગુજરાતી મૂવી સ્ટાર યશ સોની અને રેડિયો મિર્ચીમાંથી આર. જે. મિત પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા, જેઓ બંને પણ શારદામંદિર વિનયમંદિરના વિદ્યાર્થી રહી ચૂક્યા છે.

આ યાદગાર પ્રસંગનું આયોજન જીવરાજ પાર્ક ખાતે આવેલા અમન-આકાશ પાર્ટી પ્લોટમાં કરવામાં આવ્યું હતું, અમન-આકાશના માલિક ેમેશભાઈ (મુન્નાભાઈ) પણ શાળાના જ ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. આ ગરબા ઇવેન્ટ વિદ્યાર્થીઓ માટે એક ઈમોશનલ રીયુનિયન સમાન હતી જ્યાં તેમને પોતાના બાળપણના મિત્રો અને શિક્ષકો સાથે જૂની યાદો તાજી કરવાનો, પોતાના ક્લાસરૂમને ફરી નિહાળવાનો અને પ્રાર્થના મંદિરમાં પ્રાર્થના કરવાનો અનેરો અવસર પ્રાપ્ત થયો હતો.

સમગ્ર કાર્યક્રમને સફળતા, ખંતીલી ગરબા ટીમના આયોજન અને execution ને પરિણામે મળી. મેડિકલ કટોકટીની પરિસ્થિતિ માટે, વિવેક દવે દ્વારા હાજર રાખવામાં આવેલ એમ્બ્યુલન્સ,  ઈમરજન્સી ઈક્વીપમેન્ટ સાથે, તૈયાર રાખવામાં આવી હતી. ગરબાની સ્પર્ધાત્મક કેટેગરી માટે નિર્ણયો લેવા માટે, જજ તરીકે દિપાલીબહેન વસા જહાનઆરા, હેતલ શાહ, પાર્થિવી અધ્યારૂ હતા. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની બનેલી આ ગરબા ટીમે આયોજન, ક્રિએટિવ્સથી માંડીને પબ્લિસીટી, ઓનલાઈન તેમજ ઓનસાઈટ વ્યવસ્થા સુધીની તમામ બાબતો સંભાળી, જેમાં હતા, રિકીન શાહ, નીરવ શાહ, હર્ષિત શાહ, વૈશલ દલાલ, સાગર ગદાની, પરિતોષ વ્યાસ અને કો-ઓર્ડિનેટર કૌલીન વ્યાસ - આ સૌ, અલગ અલગ બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે અને પોતપોતાના ક્ષેત્રે નિષ્ણાંત છે. તેમણે ટીમવર્કથી થતા કામનો દાખલો બેસાડ્યો છે. આ સાથે ટ્રસ્ટીઓ શ્યામભાઈ શાહ તથા રૂપલબહેન મહેતાએ આપેલું માર્ગદર્શન નોંધપાત્ર રહ્યું.

કાર્યક્રમમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની બહોળી હાજરીએ ઘણા લોકોના સ્મૃતિપટલ પર એક ઊંડી છાપ છોડી હતી. શારદામંદિર ભવિષ્યમાં પણ તેમના તમામ વિદ્યાર્થીઓની કોમ્યુનિટીમાંથી સક્રિય સહકારની અપેક્ષા રાખે છે - જેમાં ૮,૦૦૦ થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સામેલ છે.

શારદામંદિર વિનયમંદિરના તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના લાભાર્થે, આ સમગ્ર ઇવેન્ટની હાઈલાઈટ્સ, ઈન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ફેસબૂક તેમજ વોટ્સઅપ ચેનલ પર મૂકવામાં આવી હતી.

શારદામંદિર શતાબ્દી મહોત્સવના ભાગ રૂપે આગામી કાર્યક્રમમાં તા. ૧લી અને ૨જી ડિસેમ્બરના રોજ શાળા દ્વારા સ્કૂલો તથા બાળકો માટે સાહિત્યોત્સવ યોજવામાં આવેલ છે.

અહેવાલ:

રિકીન શાહ, નીરવ શાહ

તથા

કૌલીન વ્યાસ અને ગરબા ટીમના સભ્યો

ઓકટોબર ૨૦૨૩.

 

 

 

 

  • ગુરુવાર, તા.૧૨-ઓક્ટોબર-૨૦૨૩
  • 6.30 PM onwards

Venue: આકાશ-અમન પાર્ટી પ્લૉટ, પાલડી.

ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સ્નેહ-મિલન, અને સંજય ઓઝા સાથે ગરબાની રમઝટ! અને આકાશ-અમન જેવી વિશાળ જગ્યા.

શારદામંદિર અને ગરબાનું નામ એકસાથે બોલાય છે. વિવિધ સાંસ્કૃતિક જૂથો બનાવીને ગરબાના રસપ્રદ કાર્યક્રમો ભૂતકાળના પટેથી ભૂસાતા નથી. વિવિધ શાળા-કૉલેજોની દરેક હરિફાઈમાં શારદામંદિરનું નામ ગાજતું જ હોય - ગરબા આદ્ય પ્રવૃત્તિ છે.

Garba is a Signature Activity of Shardamandir.

સહયોગ: સંજય ઓઝા (ભૂતપૂર્વ વિદ્યાર્થી), મુન્નાભાઈ (ભૂતપૂર્વ વિદ્યાર્થી)

Related Posts