પ્રિય મિત્ર, નમસ્તે.
શારદામંદિર શતાબ્દી ઉજવણી અંતર્ગત – Upcoming Events:
અમદાવાદની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત શાળાઓ પૈકીની એક, શારદામંદિર, આ વર્ષે તેની ૧૦૦ મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. આ સુવર્ણ સફરની ઉજવણીના ભાગરૂપે શાળા અને તેના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ સાથે મળીને વર્ષ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું અયોજન કર્યું છે.
તા.૧, ૨ ડિસેમ્બર, ૨૦૨૩ – સાહિત્યોત્સવ (Literature Fair):
તા.૧ (શુક્રવાર) અને તા.૨ ડિસેમ્બર (શનિવાર)ના રોજ, શારદામંદિર સાહિત્યોત્સવનું આયોજન થયેલું છે. આપ સૌને -આપના અનુકૂળ સમયે- આવવાનું આમંત્રણ છે. આ બે દિવસ દરમિયાન, સાહિત્યજગતના મહાનુભાવો દ્વારા રસપ્રદ સેશન્સનું આયોજન થયેલું છે. આ વક્તવ્યો નથી, પણ Interactive sessions છે. માત્ર બાળકો માટે જ નહી, પણ નાના-મોટા સહુને રસ પડે તેવા છે. આપ સૌ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, મિત્રો, સાહિત્ય રસિકો, અન્ય શાળાના શિક્ષકો, બાળકો સૌ સાથે આવી શકો છો. જો આપ આખો દિવસ રોકાવા માંગતા હો, તો દિવસ દરમિયાન હળવું ભોજન લેવાની વ્યવસ્થા પણ છે. સૌનું સ્વાગત.
Attached: સાહિત્યોત્સવ દરમિયાન યોજવામાં આવી રહેલા સેશન્સ –કાર્યક્રમોની રૂપરેખા આ સાથે જોડીએ છીએ -અને, આપને ભાવભીનું નિમંત્રણ પાઠવીએ છીએ!
~ ~ ~
રમતોત્સવ (Sports Event on Weekends of December & January)
નીચેની તારીખોએ શારદામંદિરના પ્રાંગણમાં ખેલ મહાકુંભ યોજાવા જઈ રહ્યો છે. જો આપ આ ખેલ મહાકુંભમા ભાગ લેવા માગતા હો, તો નીચેની રમતોમાંથી કઈ રમતમાં ભાગ લેવા ઈચ્છો છો, WhatsApp number +91 6355346359 નંબર પર વોટ્સઅપ દ્વારા જણાવશો અથવા આ ઈમેલ એડ્રેસ પર વળતો જવાબ આપશો. આપ એક કરતાં વધુ રમતમાં ભાગ લઈ શકો છો. જલદીથી જણાવશોજી – ટીમ બની રહી છે! રમતો:
- Cricket
- Dodgeball
- Volleyball
- Table Tennis
સમય અને (tentative) તારીખ: સવારે સાડા આઠ વાગે. રવિવાર – તા.૧૭/૧૨, તા.૨૪/૧૨, તા.૩૧/૧૨, તા.૭/૧, તા.૨૧/૧, તથા તા.૨૮/૧/૨૦૨૪.
“રમશે શારદામંદિર જીતશે શારદામંદિર”
~ ~ ~
પ્રાત:પ્રાર્થના – Signature activity:
વહેલી સવારે ‘ઑમ જ્યાં જોઉં ત્યાં તેરો નામ, સબકો સન્મતિ દે ભગવાન….’ ની ધૂન માત્ર દિલરૂબા કે વાયોલિન પર વાગે અને આપણે શાંત થઈને આંખો બંધ કરીને બેસવાનું અને પ્રાર્થના કરવાની… કોઈ ઘોંઘાટ નહી, કોઈ ધમાલ નહીં, અને આવી દસ-પંદર મિનિટો પછી મગજ પણ શાંત થઈ જાય, એકાગ્રતા કેળવાય. પ્રાત:પ્રાર્થના શારદામંદિરની શરૂઆતથી, લગભગ સિત્તેરના દાયકા સુધી યોજાતી આવી છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની સ્મૃતિમાં હશે. તો, આ અવસરે તેને ફરીથી અનુભવીએ અને એ માણવાનું ન ચૂકતા! આવો, ડિસેમ્બર અને જાન્યુઆરીના રવિવારની નીચેની તારીખોએ, સવારે સાડા સાતે આપણે સૌ પ્રાર્થના હૉલમાં એકઠા થઈએ અને અંતરમાં ડૂબકી લગાવીએ…!
સમય અને તારીખ: સવારે સાડા સાત વાગે. રવિવાર – તા.૧૭/૧૨, તા.૨૪/૧૨, તા.૩૧/૧૨, તા.૭/૧, તા.૨૧/૧, તથા તા.૨૮/૧/૨૦૨૪.
Funfair for Children:
સમય અને તારીખ: બપોરે ચાર વાગે. રવિવાર તા.૨૪/૧૨/૨૦૨૩. વિગતો ટૂંક સમયમાં…
સ્વાગત
દરેક કાર્યક્રમોમાં આપ સૌનું સપરિવાર સ્વાગત. શાળાની સોશીઅલ મીડિયા લિન્ક જોતા રહેવા વિનંતી…
આભાર.
શાળાની સોશીઅલ મીડિયા લિન્ક્સ:
https://www.instagram.com/
Facebook
https://www.facebook.com/
WhatsApp Channel
https://whatsapp.com/channel/
YouTube
https://www.youtube.com/@
Announcements
https://shardamandir.net/
__
સંપર્ક – Contact:
WhatsApp number: +91 6355346359
શારદામંદિર ઑફિસ: +91-79-26600242